બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સુશાસન દિવસ ની ઉજવણી કરવામાં આવી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસે તરીકે ઓળખાતા આજરોજ બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સુશાસન દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવી હતી એ ઉજવણીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મહેન્ દ્રસિંહ સરવૈયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બોટાદના વિવિધ સંસ્થાઓ દ્વારા ખેડૂતોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેકટર તેમજ મામલતદાર શ્રી તથા ભાજપના જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા તેમજ માર્કેટ યાર્ડના ચેરમેન જોરુભાઈ ધાધલ, જીગ્નેશ ભાઈ બોળીયા, ચંદુભાઈ સાવલિયા, ગૌતમભાઈ ખસિયા તથા ભાજપના બોટાદના કાર્યકરો તથા ખેડૂતો હાજર રહ્યા હતા Category : News