પોલીસ કર્મી દ્વારા પાવતી વગર પબ્લિક પાસેથી પૈસા પડાવતા હોવાનો વિડીયો થયો વાયરલ 

        બોટાદ, પોલીસ ડિપાર્ટમેન્ટના અમુક હોદ્દેદારોના લીધે છેલ્લા થોડા સમયથી ડિપાર્ટમેન્ટ વિવાદમાં રહ્યો છે ત્યારે ડીવાયએસપી નકુમે મંદિરમાં પોતાની ગેરકાયદેસરની સિંઘમગીરીનો વિડીયો વાયરલ થયાં બાદ હવે નાના હોદેદારો પણ બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે તેવામાં પેટ્રોલિંગ અને માસ્કના દંડ વસૂલવા માટે ફરતી પોલીસ વાનના કર્મી દ્વારા શહેરની જલમીન ટોકીઝ વિસ્તારમાંથી એક વ્યક્તિ પાસેથી પાવતી વગર રૂપિયા ઉઘરાવતો વિડીયો વાયરલ થતા હવે બોટાદની પોલીસની આવા અમુક અશિસ્ત લોકોના કારણે શાખ દાઉ પર લાગી છે અને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ખોટી ફરીયાદ કરવા ની સત્તા નો દુર ઉપયોગ કરતી બોટાદ પોલીસ હવે બોટાદમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે તેના જ કર્મીઓ પર હવે કોણ નિયંત્રણ રાખશે? તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.Category : News