“કાયદો એ જનતાની સુરક્ષા, સેવા, સહુલિયત માટે કે પોલીસને લૂંટ અને જોહુકમી નો પરવાનો ” આવી ચર્ચા શહેરા નગર ના દરેક નગરજનની જીભે ચઢેલ છે.કારણકે શહેરા નગરમાં પોલીસ કોન્સ્ટેબલ અને ટી.આર. બી. ના જવાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય નગરજનોને અનેક કાયદાની આંટીઘૂંટી નો ડર બતાવી લોકો પાસેથી એક કોન્સ્ટેબલ હપ્તા ના નામે પૈસા ઉઘરાવી રહેલ હતો તે દરમિયાન એક યુવકે આ કોસ્ટેબલનો પૈસા હાથો હાથ ઉઘરાવતો વીડિયો રેકોર્ડ કરેલ હતો પરંતુ પોલીસ ટ્રાફિક કોન્સ્ટેબલનો આનાથી પિત્તો ગયો અને તે યુવકને કોલર થી પકડી ને મોબાઈલ ફોન લઈ લીધેલ અને વિડીયો ડીલીટ કરી નાખ્યું હતું જ્યારે યુવકને કોન્સ્ટેબલે કોલર પકડીને પોલીસ જીપ બોલાવા માટે ફોન કરીઓ હતો અને સામે વ્યક્તિ ને પૂછી રહેલ હતો કે તું વિડિઓ કેમ ઉતારતો હતો. આ સમગ્ર ઘટના બીજા એક યુવકે કેમેરામાં કેદ કરી કરી લીધેલ છે જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ફરી રહેલ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક કોન્સ્ટેબલ યુવકને કોલર થી પકડીને વિડીયો શા માટે ઉતારતો હતો એમ પૂછતો સંભળાઈ રહ્યું છે. અને આજુબાજુ ઉભા રહેલા બીજા નગરજનોને બિભિત્સ શબ્દો બોલી રહ્યો છે. 

   સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવાથી મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનેલ છે. લોકોમાં ઠેર – ઠેર ઉપરોક્ત મુદ્દાને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહેલ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે હમણાં થોડા સમય અગાઉ જ શહેરા પોલીસ સ્ટેશનનો એક એ.એસ.આઈ. ૬૦ હજારના લાંચના કેસમાં રંગે હાથે એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો.સરકાર પ્રજા ના હિત માટે અનેક કાયદા ઘડે છે. પરંતુ કાયદાની આંટીઘૂંટી અને ડર બતાવી અનેક પેટીયુ રળવા માટે મથતા લોકો પાસેથી હપ્તો ઉઘરાવાય છે આવા લાંચીયા કર્મચારીઓને નથી કોઈ વાતનો ડર કે નથી કોઈની પરવા પોતે જ જાણે કે કાયદો હોય તેવા વ્યવહાર કરે છે. તેમને પોતાની મર્યાદા, ફરજો, અને નિયમ માં રાખવા વાળુ જાણે કોઈ છે જ નહીં તેવું વર્તન કરતા જોવા મળે છે.

    સરકાર શ્રી એ ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા ટી.આર.બી. શરૂ કરેલ છે. જેનું કામ ટ્રાફિકનો નિયમન કરવાનું છે પરંતુ રોજ દિવસ ઉગતાની સાથે ટી.આર.બી.ના જવાનો શહેરા માંથી પસાર થતાં હાઇવે ઉપર ડંડા લઈ ને મોટા અધિકારી સ્વરૂપે ઉભા થઈ જાય છે અને માસ્ક સહિતના અનેક ગુના બતાવી નાણાં ઉઘરાવવાનું કામ જ કરે છે. ટ્રાફિક નિયમન કરવાનું તો નેવે જ મૂકીને અધિકારી બનીને વાહનો રોકીને ઉઘરાવવાનું ચાલુ કર્યું છે. કરોડોના ભ્રસ્ટાચાર અને કૌભાંડ કરનારને તાગડધિન્ના ને બે ટંક ભોજન માટેના વલખા મારતા લોકો પાસે કાયદાના નામે હપ્તા? આવી ચર્ચા લોકો કરતા જોવા મળી રહ્યા છે. લોકો એમ પણ ચર્ચાઈ રહ્યા છે. હજી આવું ક્યાં સુધી ચાલશે અને આને કોણ રોકશે તેવું લોકો એકબીજાને પૂછી રહ્યા છે. આનો ઉકેલ શું? કોરોના મહામારી ના લીધે આર્થિક કમર તૂટી ગયેલ છે અને ઉપરથી કાયદાના નામે આમ ક્યાં સુધી લુંટાતા રહેવું? તેવો પ્રશ્ન લોકોને મુંઝવી રહ્યું છે. 

રિપોર્ટર :-હરજીભાઈ બારૈયાCategory : News