ગઢડાના પડઘા વિદેશમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુ. કે, જર્મની, રશિયા વગેરે દેશોના હરિભક્તો નો ગુજરાત પોલીસ અને દેવ પક્ષના સંતો સામે ઉગ્ર વિરોધ.વિદેશમાં જન્મેલા બાળકો, યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટીઝન હરિભક્તોનો આક્રોશ.વિષય. ગઢડા(સ્વામી ના) માં સ્વામિનારાયણ મંદિર ના ચેરમેનશ્રીની ઓફિસમાં દાદાગીરી અને ગેરવર્તન કરવા બદલ *Dysp રાજદિપ સિંહ નકુમ અને દેવ પક્ષના નૌત્તમ સ્વામી અને હરિજીવન સ્વામી* ની સામે કાયદેસર કાર્યવાહી કરવા બાબત ગઢડા માં આવેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર મંદિરમાં ચેરમેનશ્રીની ઓફીસમાં ઓફ ડ્યુટી સાદા ડ્રેસમાં આપના જ ડિપાર્ટમેન્ટ ના અધિકારી Dysp રાજદિપ સિંહ નકુમે ગઢડા ના સંતો અને હરિભક્તોની સામે દેવપક્ષના પક્ષકાર બની દાદાગીરી અને ગેરવર્તન કરેલ છે. અને મન ફાવે એવી સંતો અને હરિભક્તોને અને ભારતના કાયદાને ગાળો આપેલ છે. આ આપના ડિપાર્ટમેન્ટ ના અધિકારી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે તે બહુ નિંદાને પાત્ર છે. આપના આ અધિકારી રાજદિપસિંહ નકુમ દ્વારા જે ગેરવર્તન કરવામાં આવ્યું તેના વિડીયો આપે જોયા હશે.આપ શ્રી ને વિન્નતી છે કે આવા નકુમ જેવા અને તેને આ કામ કરવા પ્રેરીત કરતા બોટાદના SP હર્ષદ મહેતા સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ. અને પોલીસને અને સરકારી અધિકારીને હાથો બનાવી પોતાની મેલી મુરાદો પાર પાડતા વડતાલના નૌતમ સ્વામી.ડાકોરના ભાનુદાસ અને હરજીવન સ્વામી,સારંગપુર ના વિવેક સ્વામી જેવા ભગવાધારી સામે પણ પગલા લેવાની સખ્ત જરૂર છે.આમ જનતાની સાથે આવી દાદાગીરી કરતા અધિકારીને તુરંત સસ્પેન્ડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે. આ અધિકારીના આવા ગેરવર્તન થી વિદેશમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોની લાગણીને ઠેસ પહોચી છે. Category : News